◆ સરકાર ઓગસ્ટ મહિનાના અંતથી સતત ગરબા આયોજન ઉપર વિચારણા કરી રહી હોવાનું જાણવા મળેલ છે.
ગુજરાતમાં હાલની સ્થિતિએ જેમાં કાયમી ૧૨૦૦+ બાર સો કરતા વધુ કેસ નોંધાઇ રહ્યા હોય તેવી સ્થિતિમાં ગરબાનું આયોજન કરવું પડકાર રૂપ અથવા વધુ ભયંકર સાબિત થાય તેવી શક્યતાઓ છે.
◆ અમદાવાદમાં મેડિકલ એસોસિએશન દ્વારા સરકારને પત્ર
લખી ધાર્મિક; સામાજિક કે મેળાવડાઓ જેમાં વધુ લોકો એકત્રિત થવાની સંભાવનાઓ હોય તેવા તમામ કાર્યક્રમો ન કરવા નીચે આપેલપત્રમાં અનુરોધ કરેલો છે.
◆ લોક ડાઉનના કારણે ગરબા અયોજકોની આર્થિક સ્થિતિ કફોડી
સરકાર પોતાનો કોઈપણ એક્શન પ્લાન કે જાહેરાત કરે તે પહેલાં જ અમુક વર્ષો જુના ગરબા ગ્રાઉન્ડ આયોજકો એ ગરબા આયોજનો ન કરવા સ્વૈચ્છિક નિર્ણય લઈ લીધા છે.
◆ Social Distance સાથે ગરબા અશક્ય
આયોજનો રદ કરવાનો સિલસિલો યથાવત છે તેવામાં અમુક અયોજકોનું કહેવું છે કે સરકાર છૂટ આપે તો પણ “ દો ગજ દુરી ” સાથે ગરબા રમવા અથવા ગ્રાઉન્ડ પર લોકોને નિયમમાં રાખવા અત્યંત મુશ્કેલ થઈ પડે, ખાસા આયોજકો આ મુખ્ય કારણે જ સ્વૈચ્છિક આયોજનો નહિ કરવાની જાહેરાત કરી ચુક્યા છે.
◆ પારંપરિક , પૌરાણિક સંસ્કૃતિ મુજબ ગામડાઓમાં ગરબા રમાઈ તેવી પ્રભળ સંભાવનાઓ
શહેરોમા આયોજકો ગરબા આયોજનો ન કરવાના નિર્ણય તરફ ધસી રહ્યા છે તો બીજી તરફ સરકાર પણ નિવારણ સાથે તહેવારનું મહત્વ જળવાય રહે તે બાબતે તમામ પ્રકારે વિચારી રહી છે. સરકાર ગામડાઓમાં ગરબી આયોજનોની તરફેણમાં નિર્ણય કરે તેવી સંભાવનાઓ
◆ ગરબા આયોજકો જે પ્રકારે જાહેરાત કરી રહ્યા છે તે જોતા આ જાહેરાતો પણ રાજકારણની કોઈ નીતિ જેવી જણાઈ રહી છે.
◆ ગરબા આયોજનના નિર્ણય પ્રત્યે ઉત્સુકતાને પગલે કોઈ ખોટા ભ્રમ , અફવાનો શિકાર ન બને તેવા હેતુથી : સંભવિત કારણો, સંભવિત આયોજનો, મંજૂરી બાબતે શક્ય હોય એટલી સ્પષ્ટ માહિતી CB News, Gujarati દ્વારા પ્રસારિત કરાઈ.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો