વડોદરા મેરેથોન અંતર્ગત સાડી ગૌરવ રનમાં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

રવિવાર, 14 ડિસેમ્બર, 2025

વડોદરા મેરેથોન અંતર્ગત સાડી ગૌરવ રનમાં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો

 આગામી તા.1 ફેબ્રુઆરીએ યોજાનાર વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના ભાગરૂપે આજે વડોદરાના કીર્તિ સ્તંભ ખાતેથી સાડી ગૌરવ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રનમાં 4 હજારથી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પરંપરા અને ફિટનેસનો મેસેજ આપ્યો હતો.

વિવિધ પ્રકારની સાડીઓમાં સજ્જ મહિલાઓ દોડતી નજરે પડતા શહેરના માર્ગો પર મનમોહક અને રંગબેરંગી દ્રશ્યો સર્જાયા હતા. 3 કિલોમીટરની આ રનમાં 16 વર્ષથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓ, મહિલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, યુવાનો તેમજ દિવ્યાંગ મહિલાઓ વ્હીલચેર પર જોડાઈ, સૌ માટે પ્રેરણારૂપ બન્યા હતા. તમામ મહિલાઓએ આ દરમિયાન ફિટનેસ અને સ્વસ્થ જીવન માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી. રાજમાતા શુભાંગીનીદેવી ગાયકવાડની ઉપસ્થિતિમાં સાડી ગૌરવ રનનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. વડોદરા પોલીસની શી ટીમે ગુલાબી સાડીમાં આગેવાની લઈ રનની શરૂઆત કરી હતી. દોડની શરૂઆત ઝુમ્બા સેશનથી થઈ હતી, જ્યારે અંતે ગરબા સાથે ઉત્સાહભર્યું સમાપન થયું હતું. આ રન દ્વારા મહિલા સશક્તિકરણ, ભારતીય સંસ્કૃતિ અને ‘ફિટ ઇન્ડિયા’ અભિયાનને વધુ વેગ મળ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. દોડ પૂર્ણ કરનાર તમામ મહિલાઓને મેડલ અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages