આજકાલ આઇસીયુ મા "મોત" રાઉન્ડ પર આવે છે અને એની સાથે એકાદ બે ને સાથે લઈ ને જ જાય છે... - ડૉ. નીરજ દેસાઈ - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

શનિવાર, 26 સપ્ટેમ્બર, 2020

આજકાલ આઇસીયુ મા "મોત" રાઉન્ડ પર આવે છે અને એની સાથે એકાદ બે ને સાથે લઈ ને જ જાય છે... - ડૉ. નીરજ દેસાઈ

બેડ નંબર 8...

7 મહિના ના Pandemic પછી ફાઈનલી કોરોના ડયુટી આવી અને એ સવારે
કોરોના ની ડયુટી નો પહેલો જ દિવસ હતો અને હું PPE પહેર્યા પછી થતી અકળામણ ને સાથે  લઈ ને આઇસીયુ ના રાઉન્ડ પર નીકળ્યો હતો.. ઓર્થોપેડીક સર્જન હોવા ના નાતે મારું કામ પેશન્ટ મેનેજમેન્ટ નું ઓછું અને ફ્લોર મેનેજમેન્ટ નું વધારે હતું.. પેશન્ટ ની દેખરેખ માટે 3rd year student થી લઈને Interns, residents and consultant  ની આખી ટીમ હતી પણ તો યે કોરોના ના દર્દીઓ અને એમની મુશ્કેલીઓ ખાલી સમાચારો મા જ જોયા હતા એટલે મારી જ curiosity સંતોષવા માટે મે થોડો extended રાઉન્ડ લેવાનું વિચાર્યું.. તમે ભલે ડોકટરો ને ગાળો આપતા હોય કે કોઈ આઇસીયુ મા ભાવ ય નથી પૂછતું પણ એક ડોક્ટર હોવાના નાતે મને પેશન્ટ ની સામે રાખો એટલે કોરોના ભલે મારો વિષય નથી પણ તો યે મારા મોઢા માંથી "કેમ છો કાકા?" એટલું તો બોલાઈ j જાય..
બસ એમ જ બધા ને પૂછતો પૂછતો આગળ જતો હતો અને બેડ નંબર 8 પર પહોંચ્યો.. પચાસેક વરસ ના એક કાકા, BiPap ના માસ્ક સાથે બેઠેલા અને હું પૂછું એ પહેલાં જ હસતા ચહેરે બોલ્યા કે કેમ છો સાહેબ? તમે નાસ્તો કર્યો કે નહિ?? નવાઈ લાગી.. થોડું સારું લાગ્યું અને વાત કરી ને હું આગળ વધ્યો.. પછી એ અમારું રૂટિન થઈ ગયું ને રોજ કેમ છો કેમ નહિ પૂરતી વાત થતી.. સમયસર જમવાનું આવે ત્યારે જમી લે અને સુવાના ટાઈમ પર સૂઈ જાય.. બીજા અમુક પેશન્ટ ની જેમ કોઈ જ રંજાળ નહિ.. અમુક અમુક તો હોસ્પિટલ મા નહિ ને હોટેલ મા ફરવા આવ્યા હોય એમ કિચકિચ કરતા હોય.. kit, mask, face shield ના લીધે ક્યારેક અમે પણ એક બીજા ને ઓળખવામાં ભૂલ કરી જઈએ છીએ પણ એણે મને ઓળખવામાં ભૂલ ક્યારેય ના થઈ..

કાલે રાત ની ડયુટી મા ગયો ને રાઉન્ડ ચાલુ કર્યો.. 8 નંબર ના બેડ પર જોયું તો વેન્ટિલેટર પર  એક બહેન.. બેહોશી ની હાલત મા.. મે બહાર આવી ને જોયું કે હું બીજી સાઈડ ના આઇસીયુ મા તો નથી ને ક્યાંક..! બાકી ના બધા પેશન્ટ બરાબર અને એ 8 નંબર વાળા કાકા જ નહિ.. 

બહાર આવી ને resident સાથે વાત કરી તો કહે કે હા સર વો લેડી આજ હી આયી હૈ.. ઉસ્કે પેહલે વાલે કો આજ સુબહ intubate કિયા, પર શામ કો એકપાયર હો ગયા.. 

I was shocked for a while...

મારો આમ જોઈએ તો કાંઈ જ સીધો સંબંધ નહોતો.. ને હકીકત મા મારે આઇસીયુ મા 47 બેડ છે તો મને બધા ના નામ પણ મોઢે યાદ નથી હોતા અને આમનું યે યાદ ન્હોતું તોપણ આમના જવા થી કૈક સારું ગુમાવ્યું હોય એવું ફીલ થયું.. 4 દિવસ મા એક સ્માઈલ થી બનેલા સંબંધે જો મને આટલું થયું હોય તો વિચારો એમના ઘરવાળા બધા પર શું વીતતી હશે.. એમની પત્ની પર શું વીતી હશે જેની સાથે આટલા વર્ષો કાઢ્યા હશે, એના છોકરાઓ પર શું વીતી હશે જે એમનો હાથ પકડી ને ચાલતા શીખ્યા હશે..!!??

દુઃખ થાય છે જ્યારે આવા પરિવારો ને વિખેરાઈ જતા જોઉં છું.. અને ગુસ્સો યે આવે છે જ્યારે સમાજ ના કહેવાતા શિક્ષિત માણસો ને હોસ્પિટલ થી પાછા આવતી વખતે રેસ કોર્સ ના રોડ પર માસ્ક વગર જોગિંગ કરતા ને ટોળે વળી ને જલસા કરતા જોઉં છું.. ક્યારેક એમ પણ થાય છે કે these people actually deserve Corona... આખા ઘર નું જોખમ સાથે લઈ ને હોસ્પિટલ મા માણસો રાત ઉજાગરા કરે છે અને તમે ફિટનેસ ના ફટાકડાઓ રેસ કોર્સ મા  ટોળે વળી ને ટાઈમ પાસ કરો છો.. વાહ!! 

જો તમે બીજા ના સમજાવ્યે સમજી જવા વાળી જાતિ મા આવો છો તો આ તમને સમજાવવા માટે છે..
જો બીક ના માર્યા સમજી જવા વાળી જાતિ મા આવો છો તો આ તમને ડરાવવા માટે છે 
અને જો તમને હજી યે એ જ ફાંકો હોય કે આપણને કાઈ ના થાય તો આ ખાસ તમારા માટે જ છે..

ઘર મા રહો
કામ વગર બહાર ના નીકળો 
ટોળે વળી ને ના બેસો
ફિટનેસ ના ફુવારા ફાટી નીકળતા હોય તો ઘરે એકલા workout કરો
કારણ કે 

આજકાલ આઇસીયુ મા "મોત" રાઉન્ડ પર આવે છે અને એની સાથે એકાદ બે ને સાથે લઈ ને જ જાય છે... 🙏🙏

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages