ટેલિકોમ કંપનીઓના બાકી નાણાં મુદ્દે સુપ્રીમ કોર્ટમાંથી કંપનીઓને હાશકારો પણ છુટકારો નહીં !
AGR ( એડજસ્ટ ગ્રોસ રેવન્યુ ૦ ટેલિકોમ કંપની દ્વારા થતી તમામ આવકમાં સહભાગીદારી એટલે કે ટેલિકોમ કંપનીઓ દ્વારા ચાલતા તમામ માધ્યમો પરથી આવતી આર્થક ઉપજમાં સરકારની અમુક % હિસ્સેદારી ગણાશે એટલે કે ભાડા પેટે અથવા લાઇસન્સ સ્વરૂપે દર વર્ષે પૈસા આપવાની જોગવાઈ
JIO ના કારણે લગભગ બધી જ ટેલિકોમ કંપનીઓ છેલ્લા કેટલાક સમયથી સતત ડાઉન થઈ રહી છે તેવામાં AGR નો કેસ ભારત સરકારના પક્ષમાં આવતા તમામ કંપનીઓએ સરકારને દેવું આપવાનું નીકળ્યું છે હવે આ દેવું સામાન્ય ૧૦૦ કરોડ કરતા વધારેણુ દરેક ટેલિકોમ કંપનીએ આપવાનું થાય છે. JIO એકજ છે જેને સૌથી ઓછા પૈસા ચૂકવવા છે કારણ કે AGR ના મામલા પહેલા જ રિલાયન્સ બંધ કરી દેવાય હતી અને જીઓ કાર્યરત કરાઈ તો જ્યારથી JIO શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધીના જ પૈસા આપવાના બાકી થાય જેના લીધે સૌથી ઓછું દેવું JIO નું થાય છે. બાકીની તમામ ટેલિકૉમ કંપનીઓ હાલમાં સરકારના લેણા હેઠળ આવી ગઈ છે.
આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હતો જેમાં તમામ કંપનીઓએ નાણાં ચૂકવવા માટે ૨૦ વર્ષનો સમય ગાળો માંગ્યો હતો તે અરજી ધ્યાને લેતા સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૦ વર્ષનો સમય ગાળો આપવામાં આવ્યો છે. ૧૦ વર્ષમાં તમામ કંપનીઓએ થઈ આશરે ૧.૫ લાખ કરોડ રૂપિયાનું ચુકવણું કરવાનું રહેશે..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો