૧ ઓગસ્ટ, ૨૦૧૮નાં જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી છે. જેની સામે લગભગ 64 દિવસ સુધી 100થી પણ વધુ મહિલાઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કર્યા હતા, તો બીજી તરફ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો
ગાંધીનગર ઉમટી પડી હતી અને જીઆર રદ ન કરવા આવેદન પત્ર આપ્યું હતું.
ગાંધીનગર ઉમટી પડી હતી અને જીઆર રદ ન કરવા આવેદન પત્ર આપ્યું હતું.
પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે ૧લી ઓગસ્ટ ૨૦૧૮નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં.
આ જીઆરને કારણે સ્થિતિ એવી સર્જાઈ હતી કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે.
માથાના દુખાવા સમાન બની ગયેલા આ પરિપત્રનો આખરે ચુકાદો આવ્યો અને એ ચુકાદા મુજબ પરિપત્રને રદ કરવામાં આવશે.
◆ પુરુષોને મળતા તમામ લાભ મહિલાઓને પણ મળશે ઓપન કેટરેગરીમાં
◆ મહિલા ઉમેદવારોને કોઈપણ કેટેગરીમાં ન ગણવાનો નામદાર કોર્ટનો હુકમ
◆ GPSC ને ૭ તબક્કામાં અનામતની જોગવાઈઓ અમલવારી
◆ પુરુષોને મળતા તમામ લાભ મહિલાઓને પણ મળશે ઓપન કેટરેગરીમાં
◆ મહિલા ઉમેદવારોને કોઈપણ કેટેગરીમાં ન ગણવાનો નામદાર કોર્ટનો હુકમ
◆ GPSC ને ૭ તબક્કામાં અનામતની જોગવાઈઓ અમલવારી