Story Behind Gujarati Words.. શું તમે જાણો છો ‛તુલઘકી’ શબ્દ પાછળ શું કહાની છે? આ શબ્દનો સાચો અર્થ શું છે આના પ્રયોજનનું શું છે મહત્વ - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

બુધવાર, 14 ઑક્ટોબર, 2020

Story Behind Gujarati Words.. શું તમે જાણો છો ‛તુલઘકી’ શબ્દ પાછળ શું કહાની છે? આ શબ્દનો સાચો અર્થ શું છે આના પ્રયોજનનું શું છે મહત્વ

 આપણે ઘણી વાર સમાચારપત્રો અને લોકબોલીમાં પણ "તુઘલકી" નિર્ણય લેવા/ફરમાન કરવા જેવા શબ્દપ્રયોગ જોતા આવ્યા છે જેનો મતલબ બેહુદા નિર્ણય લેવા કે લોકો જોડે વિમર્શ કર્યા સિવાય આપખુદી રીતે આદેશ કરવા પરંતુ આ શબ્દ પાછળના ઇતિહાસ વિશે ખબર છે?વિચાર્યું છે આ શબ્દ પાછળની સ્ટોરી શું? 



આ શબ્દની કથા તુઘલક વંશના રાજા "મુહમ્મદ બિન તુગલક" સાથે જોડાયેલી છે જે તેના અતરંગી સ્વભાવ અને આપખુદ શાસન માટે ઇતિહાસના પન્નાઓ પર છપાયેલા છે. તેના અઢી દાયકાના શાસનમાં તેની બદલાતી અને ચિત્ર વિચિત્ર નીતિઓ થી કંટાળી તેની પ્રજા રીતસર નવા શાસક માટે પૂજા કરવા લાગી હતી.


મુહમ્મદ બિન તુગલક એ રાતોરાત પોતાની રાજધાની દિલ્હી થી ખસેડી ને દૌલતબાદ (મહારાષ્ટ્ર) કરી હતી. તમે વિચારી શકો છો કે રાતોરાત પોતાનું ઘરબાર છોડી બીજે સ્થળાંતર કરવામાં કેવી હાલાકી આવી હશે વાત અહી નથી અટકતી બાદશાહનો મિજાજ બદલાતા પાછું દિલ્હી રાજધાની કરી હતી.



■ બીજી કથા ચલણના બદલાવની હતી, પારંપરિક ચાંદી કે સોનાના સિક્કાની જગ્યા એ તેને સોના કે ચાંદીના બદલામાં આજના આઘુનિક સિક્કાની માફક "ટાકા" નામના સિક્કા ટંકશાળમાં બનાવડાવ્યા પરંતુ એની બનાવટ એટલી ખાસ નહતી અમુક લોકોએ ફર્જી સિક્કા બનાવીને તેના બદલામાં સોનાની વિનિમયથી ખજાનાને નુકશાન કર્યું.

 



જોકે એ પણ નોંધવું જરૂરી કે, તુઘલક કંઈ સાવ પાગલ નહતો પરંતુ તેની નીતિઓને અમલ કરવાની પદ્ધત્તિ એ તેના શાસનને બદનામ કર્યું હતું. તે બદલાતા મિજાજ નો રાજા હતો, ખુશ હોય તો ખુલ્લા હાથે બક્ષિસ ભેટ પણ વહેંચતો અને ગુસ્સે થાય તો કોઈને પણ વિચારવિમર્શ કર્યા વગર આપખુદ નિર્ણય લઈને સજા આપતો.

દિલ્હીની વિશ્વ પ્રસિદ્ધ નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ (રોકસ્ટાર ફિલ્મમાં રણબીર કપુર 'કુન ફાયા' ગીત ગાયું હતું એ) પણ મુહમ્મદ બિન તુગલક દ્વારા બનાવવામાં આવી હતી.

 


આમ તેના બદલાતા મિજાજના સ્વભાવ અને આપખુદ શાસન અને નિષ્ફળ ગયેલ વિવિધ નીતિને કારણે, સરકાર કે પ્રશાસન અથવા સત્તાધિકારી દ્વારા આપખુદ કે બેહૂદા અને વિચાર વિમર્શ સીવાય ના નિર્ણયો લેવામાં આવે તો એની સાથે આ રાજા "તુગલક" નું નામ રૂઢિપ્રયોગ તરીકે લેવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages