અમરેલી જિલ્લા પોલીસ વડા, નિર્લિપ્ત રાયની દરખાસ્તને ધ્યાને લેતા બે વ્યાજખોરોને પાસા તળે ધકેલતા જિલ્લા મેજિસ્ટ્રેટ.. - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

ગુરુવાર, 1 ઑક્ટોબર, 2020

અમરેલી જિલ્લા પોલીસ વડા, નિર્લિપ્ત રાયની દરખાસ્તને ધ્યાને લેતા બે વ્યાજખોરોને પાસા તળે ધકેલતા જિલ્લા મેજિસ્ટ્રેટ..

અમરેલી, તા. ૧ ઓક્ટોબર ૨૦૨૦

ગુજરાત સરકાર દ્વારા પાસા કાયદાની જોગવાઈઓને વાધારે વિસ્તૃત બનાવવામાં આવેલ છે.જેના અમલ માટે ગૃહ વિભાગે તા.૧૪/૦૯/ર૦ર૦ થી પાસા કાયદામાં સુધારાઓને અમલી બનાવતા બુટલેગરો તથા ગેરકાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરનારાઓ સામે પાસાની કાર્યવાહી કરવા જોગવાઈ થયેલ છે. સદરહુ કાયદાનો સુધારો અમલમાં આવતા જ જિલ્લા મેજીસ્ટ્રેટ,અમરેલી દ્વારા આવા ગુનેગારો સામે પાસા તળેની કાર્યવાહી શરૂ કરવામાં આવતા અગાઉ ત્રણ ઈસમો સામે પાસાની કાર્યવાહી કરેલ હતી. આ બાબતે વધુ બે સામે આજ રોજ  પોલીસ અધિક્ષક, અમરેલીની દરખાસ્ત આધારે પાસા અંગેના વોરંટ ઈસ્યુ કરવામાં આવેલ છે.

વાઘજીભાઈ મુળજીભાઈ ડવ ઉ.વ.પ૯  રહે.મોટી કુકાવાવ, તા.વડીયા જે ગેરકાયદેસર રીતે વ્યાજ ધીરધારનો ધંધો કરતો હોવાથી તેની સામે વડીયા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નં.પ૭૪/ર૦ર૦ આઈપીસી કલમ-૪૦૬, ૪ર૦, પ૦૬, પ૦૬(૧) તથા નાણા ધીરનાર અધિનિયમ કલમ-૪૦ , ૪ર  મુજબ ગુન્હો નોંધાયેલ હોય, અન્વયે તા.૦૧/૧૦/ર૦ર૦ ના હુકમ નં.AMR/પાસા/કેસ નં.પપ/ર૦ર૦ થી પાલરા જેલ, ભુજ હવાલે કરવા હુકમ કરેલ છે.

રાધાબેન વા/ઓ વીનુભાઈ બાબુભાઈ પરમાર ઉ.વ.૪૦  રહે.નવાગામ પ્લોટ વિસ્તાર,ગારીયાધાર જી.ભાવનગર જે દારૂના ગેરકાયદેસર ધંધામાં ર૭ જેટલી એફઆઈઆર દાખલ થયેલ હોવાથી તેમજ અમરેલી જિલ્લામાં તેની સામે દારૂ અંગેના પ (પાંચ) કેસો નોંધાયેલ હોવાથી પ્રોહીબીશન બુટલેગર તરીકે તા.૦૧/૧૦/ર૦ર૦ ના હુકમ નં.AMR/પાસા/કેસ નં.પ૪/ર૦ર૦ થી નડીયાદ  જેલ હવાલે કરવા હુકમ કરેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages