રાજ્યમાં વકરતો જતો કોરોના..રાજ્યમાં આજે તા : ૦૨/૦૯/૨૦૨૦ના રોજ રાજ્યમાં ૧૩૦૦થી વધુ કેસ નોંધાયા.. - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

બુધવાર, 2 સપ્ટેમ્બર, 2020

રાજ્યમાં વકરતો જતો કોરોના..રાજ્યમાં આજે તા : ૦૨/૦૯/૨૦૨૦ના રોજ રાજ્યમાં ૧૩૦૦થી વધુ કેસ નોંધાયા..


રાજ્યમાં સતત બીજા દિવસે 1300થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાના 1305 નવા પોઝીટીવ કેસ નોંધાતા લોકોમાં ગભરાટ

આજે વધુ 12 દર્દીઓના દુખદ અવસાન થયા.જ્યારે 1141 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કોરોના સંક્રમણના કેસની સંખ્યા 99,050 પર પહોંચી.અને કુલ મૃત્યુઆંક 3048 પર પહોંચ્યો.

 

રાજ્યમાં આજે 1305 નોંધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 176, અમદાવાદ કોર્પોરેશનમાં 149,  જામનગર કોર્પોરેશનમાં 125, રાજકોટ કોર્પોરેશનમાં 89, સુરતમાં 89, વડોદરા કોર્પોરેશનમાં 89, રાજકોટમાં 54, વડોદરામાં 36, પંચમહાલમાં 34, ભાવનગર કોર્પોરેશનમાં 27, અમરેલીમાં 26, જામનગરમાં 25, મહેસાણામાં 24, ભરૂચમાં 23, ભાવનગરમાં 21, ગાંધીનગરમાં 21, અમદાવાદ અને મોરબીમાં 20-20 કેસ નોંધાયા.

રાજ્યમાં આજે  12 દર્દીઓના કોરોના કારણે અવસાન થયા. જેમાં સુરતના 4, અમદાવાદ કોર્પોરેશનના 3, સુરત કોર્પોરેશનના 2, ગાંધીનગરમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1  એમ કુલ ૧૨ દર્દીઓના અવસાન થયા છે.


રાજ્યમાં હાલ 15,948  એક્ટિવ કેસ છે, જ્યારે 80,054 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 94 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,854 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં સાજા થવાનો દર 80.82 ટકા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages