આજે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 1100થી પણ ઓછા કેસ નોંધાયા.
કોરોના વાયરસના સંક્રમણ ગ્રાફમાં આજે 1091 પોઝિટિવ કેસ (1091 Corona Positive Cases in Gujarat Today) આવ્યા છે.
ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા વધીને 1,59,726એ પહોંચી છે.
જ્યારે રાજ્યમાં વધુ 9 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3638એ પહોંચ્યો છે. જ્યારે 1233 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે.
ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 88.68 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 52,141 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 53,74,429 ટેસ્ટ કરાયા છે.
કોરોના વાયરસના સંક્રમણ ગ્રાફમાં આજે કુલ 1091 કેસો આવ્યા છે અને 24 કલાકમાં 9 દર્દીઓએ કોરોના વાયરસના કારણે ગુમાવ્યો જીવ. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 1,41,652 દર્દીઓ સજા થયા છે. ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 1,59,726 કેસ છે.
સુરતમાં નવા 239 કેસ 2નાં મોત, અમદાવાદમાં 185 કેસ 5નાં મોત, વડોદરામાં 119 અને રાજકોટમાં 107 કેસ, જામનગરમાં 84 અને ગાંધીનગરમાં 46 કેસ, જુનાગઢમાં 32 અને ભાવનગરમાં 18 કેસ, પાટણમાં 18 અને ભરૂચમાં 17 કેસ, બનાસકાંઠા અને કચ્છમાં 15-15 કેસ, ગીર સોમનાથ અને મોરબીમાં 11-11 કેસ, આણંદ અને નર્મદામાં 10-10 કેસ, પંચમહાલમાં 10 અને દાહોદમાં 9 કેસ, દેવભૂમિ દ્વારકા અને ખેડામાં 7-7 કેસ સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 2, અમદાવાદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 9 લોકોના મોત નિપજ્યા છે.
ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3638એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,41,652 નાગરીકો સાજા થઈ ગયા છે.
3638ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,436 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 74 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,362 સ્ટેબલ છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો