Gujarat Daily Corona Tally Decreased કોરોના વાયરસની ચિંતામાંથી મુક્ત થઈ રહ્યું છે ગુજરાત... કોરોના વાયરસ અપડેટ : 17/10/2020 - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

શનિવાર, 17 ઑક્ટોબર, 2020

Gujarat Daily Corona Tally Decreased કોરોના વાયરસની ચિંતામાંથી મુક્ત થઈ રહ્યું છે ગુજરાત... કોરોના વાયરસ અપડેટ : 17/10/2020

કોરોના વાયરસની મહામારીમાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ કોરોના વાયરસના પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. ત્યાં જ આજે તો 1200થી પણ ઓછા કેસ આવ્યા છે આજે કોરોના વાયરસના નવા 1161 પોઝિટિવ કેસ નોંધાયા. ગુજરાતમાં કોવિડ-19ના (Total cases of Covid-19 in Gujarat)કુલ કેસોની સંખ્યા વધીને 1,58,635એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 9 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3629એ પહોંચ્યો છે. જ્યારે 1270 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 88.52 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 52,746 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 53,22,288 ટેસ્ટ કરાયા છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે કુલ 1161 કેસો આવ્યા છે અને 24 કલાકમાં 9 દર્દીઓ મોતને ભેટ્યા છે, ત્યાં જ ચોંકાવનારી વાત એ છે કે, આજે તાપી જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. 
ત્યાં જ સુરતમાં 239 કેસ 2 મોત, રાજકોટમાં 92 કેસ 3 મોત, અમદાવાદમાં 183 કેસ 2 મોત, વડોદરામાં 116 કેસ 1 મોત, ગીર સોમનાથમાં 18 કેસ 1 મોત, જામનગર 74, ગાંધીનગરમાં 39, મહેસાણામાં 41, પાટણમાં 33, ભરૂચ 27, સાબરકાંઠા 24, મોરબી 21, જૂનાગઢમાં 41, અમરેલીમાં 20, બનાસકાંઠા અને ખેડામાં 17-17 કેસ, નર્મદા અને પંચમહાલમાં 16-16 કેસ, ભાવનગરમાં 18, કચ્છમાં 15, દાહોદ અને મહીસાગરમાં 12-12, આણંદ 8, દ્વારકા, પોરબંદરમાં 6-6 કેસ, છોટાઉદેપુર 5, અરવલ્લી અને નવસારીમાં 3-3 કેસ, બોટાદમાં 2, વલસાડમાં 1 નવો કેસ નોંધાયો છે.


આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં રાજકોટ કોર્પોરેશન 3, અમદાવાદ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, ગીર સોમનાથ 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 9 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3629એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,40,419 નાગરીકો સાજા થઈ ગયા છે. 3629ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,587 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 79 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,508 સ્ટેબલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages