મુખ્યમંત્રીની વરચુઅલ હાજરીમાં ગીરસોમનાથ જિલ્લા યોગ ટ્રેનરોને સન્માનિત કરવામાં આવ્યા - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

શનિવાર, 8 ઑગસ્ટ, 2020

મુખ્યમંત્રીની વરચુઅલ હાજરીમાં ગીરસોમનાથ જિલ્લા યોગ ટ્રેનરોને સન્માનિત કરવામાં આવ્યા

ગીર સોમનાથ તા.૭, સમગ્ર ભારત દેશમાં ગુજરાત
જ એક એવું રાજ્ય છે કે જે યોગ જાગૃતતા અંગેનું
અભિયાન ચલાવી રહ્યું છે. યોગની પ્રવૃતિઓને વેગ મળે
અને જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય તે માટે વર્ષ ૨૦૧૯ થી "ગુજરાત યોગ બોર્ડ" ની રચના કરવામાં આવીછે. 
ભારતીય સંસ્કૃતિની દેન યોગને છેવાડાના માનવી સુધી
પહોંચાડવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડ સતત
કાર્યશીલ છે. જે અંતર્ગત ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા
સમગ્ર રાજ્યમાં કુલ ૧૨૬ યોગ કોચને તાલીમ આપવામાં
આવી હતી. તાલીમ પામેલ યોગ કોચ દ્રારા સમગ્ર રાજય
માંથી ૫૦૦૦ થી વધુ યોગ ટ્રેનરોને તૈયાર કરવામાં આવેલ
છે.
જે પૈકી ગીર સોમનાથ ૪ યોગ કોચ દ્વારા ૧૭ યોગ
ટ્રેનરોને તાલીમ પ્રદાન કરવામાં આવી હતી. જે અંતર્ગત
જિલ્લાના યોગ કોચ અને ટ્રેનરોને ગીર સોમનાથ કલેકટર
કચેરી ખાતે વીડિયો કોંફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી
વિજયભાઈ રૂપાણીએ સર્વે ને શુભેચ્છા પાઠવી હતી.
ગુજરાત યોગ બોર્ડના સહયોગથી કલેકટર
અજયપ્રકાશ દ્વારા યોગ કોચ અને ટ્રેનરને પ્રમાણપત્ર
આપવામાં આવ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages