Guidelines For By-election : GUJARAT, રાજ્યની પેટા ચૂંટણી પર રાજ્ય તડામાર તૈયારીઓ જાહેર કર્યું નિયમો સાથેનું જાહેરનામું.. આટલા નિયમો ફરજીયાત પાળવા પડશે.. - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

શુક્રવાર, 9 ઑક્ટોબર, 2020

Guidelines For By-election : GUJARAT, રાજ્યની પેટા ચૂંટણી પર રાજ્ય તડામાર તૈયારીઓ જાહેર કર્યું નિયમો સાથેનું જાહેરનામું.. આટલા નિયમો ફરજીયાત પાળવા પડશે..


(A) થી કન્ટેનમેન્ટ ઝોનમાં તા.૩૧.૧૦.૨૦૨૦ સુધી lock downની અવધિ લંબાવવામાં આવી છે
તથા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં માર્ગદર્શક સુચનાઓ અનુસાર નિયત પ્રવૃતિઓ ચાલુ રાખવા હુકમ
કરવામાં આવેલ છે. જે અન્વયે ગૃહ વિભાગના તા.૦ ૧.૧૦.૨૦૨૦ના જાહેરનામા ક્રમાંક :
જીજી/૬૫/૨૦૨૦ /વિ-૧/કઅ/૧૦૨૦૧૦/૪૮૨થી વિગતવાર સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે.
ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા તા.૨૯.૦૯.૨૦૨૦ ના રોજ ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો
૦૧ - અબડાસા, ૬૧-લિમડી, ૬૫-મોરબી, ૯૪-ધારી, ૧૦૬-ગઢડા, ૧૪૭-કરજણ, ૧૭૩-ડાંગ, ૧૮૧કપરાડાનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આ બાબતે ભારતના ચૂંટણીપંચ દ્વારા ઓગસ્ટ-૨૦૨૦માં
વિગતવાર ગાઇડલાઇન બહાર પાડવામાં આવેલ છે.
તદુપરાંત ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પણ
તા.૦૮.૧૦.૨૦૨૦ના હુકમ ક્રમાંક 40-3/2020-DM-I(A) થી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. આ
બાબતે રાજય સરકાર દ્વારા વિગતવાર SDP બહાર પાડવાની રહે છે. રાજય સરકારે માર્ગદર્શક સુચનાઓ બહાર પાડવાની રહેશે છે,
જે અન્વયે પુખ્ત વિચારણા બાદ વિધાનસભાની ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણી સંદર્ભે તાત્કાલિક
ધોરણે અમલમાં આવે તે રીતે નીચે મુજબની કાર્યપધ્ધતિ અપનાવવાનું રાજય સરકારે નક્કી કરેલ છે.
૩, કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં કેનદ્રીય ગૃહ મંત્રાલયના તા.૦૮,૧૦, ૨૦૨૦ના હુકમથી
વિધાનસભાની પેટા ચૂંટણીઓ દરમ્યાન રાજકીય સમારંભ સંબંધમાં સૂચનાઓ આપવામા આવેલ છે. જ્યાં
ચૂંટણી થવાની છે તે મતક્ષેત્રમાં રાજકીય સમારંભ માટે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસ કમિશ્નર નીચેની
શરતોએ મંજુરી આપી શકશે.

(અ) બંધ જગ્યામાં જગ્યા /સ્થળની ક્ષમતાના પ૦% પરંતુ મહત્તમ ૨૦૦ વ્યક્તિની મર્યાદા રહેશે.

(બ) ખુલ્લી જગ્યામાં આ પ્રકારના કાર્યક્રમો માટે મેદાન /સ્થળના વિસ્તાર (size)ને ધ્યાને લઈ ૬ ફૂટની,
દૂરી સાથેનું Physical distancing, સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે ઢાંકી
રાખવો, થર્મલ સ્કેનીંગની સગવડતા,હેન્ડ વોશ/સેનેટાઈઝરની સુવિધાની શરતે ૧૦૦થી વધુ
વ્યકિતઓના ચૂંટણી સંબંધિત રાજકીય સમારંભ માટે મંજુરી આપી શકાશે.
CB News../+919157537791
(ક) સભા અને મીટીંગના સ્ટેજ ઉપર સોશીયલ ડિસ્ટન્સીંગ સાથે વ્યકિતગત ખુરશી પર (સોફા રાખી
શકાશે નહીં) ૭(સાત)થી વધુ વ્યકિતઓ સ્ટેજ ઉપર બેસી શકશે નહીં. જો સ્ટેજ મોટુ હોય તો
આગળ -પાછળ હરોળમાં વધુમાં વધુ ૧૪ લોકો (હરોળ દીઠ ૭ વ્યકિતઓ) બેસી શકશે,
CB News..
(ડ) આ પ્રકારના કાર્યક્રમ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસ કમિશ્નરને પૂર્વમંજુરી માટે અરજી કરવાની રહેશે.
જેમાં કાર્યક્રમની તારીખ, સમય, સ્થળ તથા તેમાં હાજર રહેનાર વ્યકિતઓની સંભવિત સંખ્યા,
દર્શાવવાની રહેશે.

CB News..

(ડ) જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસ કમિશ્નર દ્વારા વિચારણા બાદ યોગ્ય જણાયે લેખિત મંજુરી આપવાની,
રહેશે. જેમાં હાજર રહેનાર વ્યકિતઓની સંખ્યા તથા અન્ય શરતોના પાલનની જવાબદારી
આયોજકની રહેશે.

● ઉમેદવારે નામાંકન દાખલ કરતાં સમયે તેમજ ચૂંટણી પ્રચાર કરતાં સમયે ચૂંટણી આયોગ દ્વારા બહાર
પાડવામાં આવેલ ચૂંટણી સંબંધી નીચે મુજબની સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages