અવારનવાર આપણે ત્યાં દુવિધાઓ સર્જાતી જોવા મળે છે. અને તે દુવિધાઓમાં કલ્પના પણ ન કરી શકાય તેવા લોકો પોતાની જાન જોખમમાં મૂકીને લોકો સેવા અર્થે દોડી જતા હોય છે.
તાજેતરમાં અમદાવાદ ખાતે શ્રેય હોસ્પિટલમાં આગ લાગી ત્યારે હોસ્પિટલ અંદર ફસાયેલ અંદાજિત 41 જેટલા કોવિડ 19ના દર્દીઓના જીવ બચાવવા મહિલા PSI કે. એમ. પરમાર સળગતી આગમાંં પોતાના જીવની સહેજ પણ ફિકર કર્યા વગર કૂદી પડેલા
વાત કૂદી પડ્યા ત્યાં પૂર્ણ થતી નથી, મહિલા PSI જીવ જોખમે કૂદી પડ્યા એટલે કે Covid -19 ના પોઝીટીવ દર્દીઓને બચાવવા PPE કીટ વગર લોક હિતાર્થ બધી ચિંતા બાજુએ મૂકીને ખાખીનું ઋણ અદા કર્યું..
નવરંગપુરા પોલીસ સ્ટેશન પર ફરજ બજાવી રહેલા મહિલા PSI કે.એમ. પરમારની કાર્ય નિષ્ઠા બિરદાવવા લાયક..
