નવા પુષ્ટિ થયેલા કેસમાં 76% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત છે
કુલ નોંધાયેલા કેસમાં એકલા મહારાષ્ટ્રનું યોગદાન 20,000થી વધુનું છે જયારે આંધ્રપ્રદેશે 8,000થી વધુનું યોગદાન આપ્યું છે.
છેલ્લા 24 કલાકમાં 1,130 જેટલા મૃત્યુ નોંધાયા છે. કોવિડને કારણે છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુમાં 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 86% જેટલા મૃત્યુ થયા હોવાનું નોંધાયું છે.
મહારાષ્ટ્રમાં 455 તથા કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં અનુક્રમે 101 અને 94 મૃત્યુ નોંધાયા છે.
● ભારતે સતત ત્રીજા દિવસે 90,000થી વધુ દર્દીઓ કોરોના વાયરસની ચપેટમાંથી આઝાદ થયા
● કોરોના વાયરસમાંથી સાજા થયેલા કેસની કુલ સંખ્યા 43 લાખની નજીક - વિશ્વમાં સૌથી વધુ
● ભારતનો સાજા થવાનો દર 80% ના સીમાચિહ્નને પાર
● ભારતમાં કોરોના વાયરસમાંથી સાજા થવાના દરમાં 80% કરતા વધુ દરનો આંકડો પાર કર્યો છે.
● સાજા થયેલા દર્દીઓની સતત સંખ્યાને જાળવી રાખી છે, ભારતે સતત ત્રીજા દિવસે 90,000થી વધુ કોરોના વાયરસની ચપેટમાંથી સારા થયેલા કેસની સંખ્યા નોંધાવી છે.
● છેલ્લા 24 કલાકમાં 93,356 દર્દીઓને રજા આપવામાં આવી હતી.
નવા સાજા થયેલા કેસોમાં 79% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોના છે.
સાજા થયેલા કુલ કેસ આજે 44 લાખ (43,96,399) ની નજીક છે. સાજા થયેલા કુલ કેસના વૈશ્વિક આંકડામાં ભારત ટોચ પર છે, જે વિશ્વના કુલ 19% કરતા વધારે હિસ્સો ધરાવે છે.
CB News, Gujarati પર મેળવો કોરોના વાયરસને લગતા તમામ લાઈવ સમાચાર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો