અમદાવાદ સિવિલ હોસ્પિટલની અનોખી પહેલ....
દેશમાં સૌપ્રથમ વખત કોરોનાગ્રસ્ત વયસ્ક દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત
કોરોના વાયરસની ગંભીરતા જોતા જેમાં પણ ખાસ કરીને વયસ્ક દર્દીઓના સ્વાસ્થયની દરકાર કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવના માર્ગદર્શન હેઠળ અમદાવાદ સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ અને હોસ્પિટલના તબીબો દ્વારા કોરોના ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં જીરીયાટ્રીક કોવિડ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે.
૭૦ વર્ષથી વધુ ઉમ્ર ધરાવતા કોરાનાગ્રસ્ત દર્દીઓને અલાયદી સારવાર સાથે સારસંભાળ મળી રહે તે માટે રાજ્યસરકારના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલ દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો