સરકારી ભરતીઓને લઈને સરકાર એક્શનમાં.. દેખાઈ આવી નવી આશા.. ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે ભરતીઓ પરિપત્ર રદ્દ થયાનો ફાયદો. મુખ્યમંત્રીએ આપ્યા આદેશો... - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

શનિવાર, 5 સપ્ટેમ્બર, 2020

સરકારી ભરતીઓને લઈને સરકાર એક્શનમાં.. દેખાઈ આવી નવી આશા.. ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે ભરતીઓ પરિપત્ર રદ્દ થયાનો ફાયદો. મુખ્યમંત્રીએ આપ્યા આદેશો...

મુખ્યમંત્રીએ જીપીએસસી-ગૌણ સેવા પસંદગી મંડળ-પંચાયત સેવા પસંદગી મંડળ-પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ-શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા ભરતી પ્રક્રિયા અંગેના મહત્વપૂર્ણ આદેશો

રાજ્યમાં યુવાનોને વ્યાપકપણે સરકારી સેવામાં નોકરીની મળે માટે મુખ્યમંત્રીના યુવા રોજગારલક્ષી અગત્યના નિર્ણયો.

રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયાઓ પૂરી થઇ ગઇ છે તેવી તમામ જગ્યાઓ સહિત ૮ હજાર જગ્યાઓ માટેના નિમણૂંકપત્રો તાત્કાલિક આપવા મુખ્યમંત્રીના સ્પષ્ટ આદેશો.

ભરતી માટેની જાહેરાત થઇ ગઇ છે પરંતુ પરિક્ષાની પ્રક્રિયા બાકી છે તેવી જગ્યાઓ માટે કોવિડ-19ની સ્થિતી સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ કરવા મુખ્યમંત્રીની સૂચના

આગામી પાંચ  મહિનામાં રાજ્યના ર૦ હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીની વ્યાપક તક મળશે.

રાજ્યના યુવાનો માટે સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો ખોલતા વિજયભાઇ રૂપાણી

રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં છેલ્લા ચાર વર્ષમાં સવા લાખ યુવાનોને નોકરીની તકો મળી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages